કરેલા કર્મના ફળ Twitter ને ભોગવવા પડ્યાઃ શેર ગગડ્યા અને ફરિયાદ પણ થઈ

સોશિયલ નેવર્કિંગ સાઇટ ટ્વિટરને ભારત સરકાર સાથેની ટકરાવની સ્થિતિ ભારે પડી છે. અમેરિકી કંપનીના શેરના ભાવ વીતેલા ચાર મહિનામાં ૨૫ ટકા ગગડયા છે. ટ્વિટરે ભારતમાં મળેલું કાનૂની સંરક્ષણ ગુમાવી દીધું છે. ભારત સરકાર સાથે વીતેલા ચાર મહિનાથી ટકરાવને કારણે ટ્વિટરને નુકસાન પહોંચ્યું છે. ન્યૂયોર્ક સ્ટોેક એક્સચેન્જમાં બુધવારે ટ્વિટરના શેર અડધો ટકા તૂટીને ૫૯.૯૩ ડોલરની સપાટીએ બંધ રહ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્વિટરના શેર ૫૨ ટકાની ઊંચાઇ અર્થાત ૮૦.૭૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ તે પછી અત્યારસુધીમાં શેરના ભાવ ૨૫.૭૮ ટકા ગગડયા છે. ટ્વિટરની મૂડી ઘટીને ૪૭.૬૪ અબજ ડોલર રહી ગઇ છે.

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બેન કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે પ્રધાનંત્રી, રાષ્ટ્રપતિ સહિત સરકારના અનેક મહત્વપૂર્ણ લોકો ટ્વિટર પર છે, જે તે દર્શાવે છે કે સરકાર કેટલી નિષ્પક્ષ છે. પરંતુ ટ્વિટરે મધ્યવર્તી સંસ્થા હોવાનું સ્ટેટસ હાલમાં ગુમાવી દીધુ છે, કારણ કે તેણે કાયદાનો સ્વીકાર કર્યો નથી.

આ વિવાદને સાંપ્રદાયિક રૂપ આપવાના આરોપમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ વિવાદ પર સરકાર તરફથી પ્રથમ નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય રવિશંકર પ્રસાદે કહ્યુ કે, દેશ ટ્વિટરના ભરોસે ન ચાલે. ટ્વિટર હોય કે કોઈ અન્ય કંપની કાયદાનું પાલન તો કરવું પડશે. તેમણે કહ્યું કે, વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે.

Scroll to Top