હવે સ્વપ્ન નહી હકીકત છે આકાશમાં ઉડતી કાર!

આકાશમાં ઉડતી કાર હવે સ્વપ્ન નહી પરંતુ હકીકત બની ગઈ છે. વિશ્વની પ્રથમ ફ્લાયીંગ રેસિંગ કાર ફોર્મ્યુલા વન કારની જેમ 0-65 મીલ પ્રતિ કલાકની ગતિએ ઉડી શકે છે. આ કારે પ્રથમવાર દક્ષિણ ઓસ્ટ્રેલિયાઈ રેગિસ્તાનમાં ફ્લાયિંગ કર્યું છે. વર્ષના અંતે થનારી એક રેસમાં આ કારે પણ ભાગ લેવાનો છે. આ ઈલેકટ્રિક કારને એરસ્પીડ ઈલેકટ્રિક રેસિંગ સીરીઝના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના એક રણ વિસ્તારમાં હાલમાં જ વિશ્વની સૌથી પહેલી એર રેસિંગ કાર એટલે કે ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધ એમકેથ્રી એરસ્પીડર નામની આ રેસિંગ કારના વિવિધ મોડલ્સ વચ્ચે આગામી વર્ષના અંત સુધીમાં રેસ યોજાવાની છે. આ રેસ પહેલાં હાલમાં આ કારની પહેલી ફ્લાઈંગ ટ્રાયલ લેવાઈ હતી. તે ૨.૮ સેકન્ડમાં ૦-૬૦ માઈલ પ્રતિ કલાકની ઝડપ મેળવી લે છે અને ૧૫૫ માઈલની ઝડપે ઊડે છે.

મર્સીડીઝ એફ1 કાર પણ 2.6 સેકન્ડમાં આટલી જ સ્પીડથી ચાલી શકે છે. આને લિથિયમ પોલીમર બેટરીથી 15 મીનિટ સુધી ઉડાવી શકાય છે. દરેક રેસ 45 મીનિટની હોય છે. એટલે કે ચાલુ રેસ દરમિયાન બેટરી બદલવાની જરૂર પડશે. કારના ફર્સ્ટ ફ્લાયિંગને સીક્રેટ ટેસ્ટ લોકેશન અંતર્ગત ગત મહિને સંચાલિત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના નાગરિક ઉડ્ડયન સુરક્ષા પ્રાધિકરણે આની દેખરેખ કરી હતી.

Scroll to Top