પત્નીને કહ્યું “ચીર કે દેખ દિલ મેરા તેરા હી નામ લીખા હે”: અને જીવ બચાવવા પતિએ ભાગવું પડ્યું, જૂઓ આ વાયરલ વિડીયો

એક પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે, તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિએ જૂનું હિંદી ગીત ગાઈને જવાબ આપ્યો કે, “દિલ ચીર કે દેખ તેરા હી નામ લીખા રખ્ખા હે”… પતિએ મોજમાં કહેલા આ શબ્દો સાંભળીને પત્ની હવે ચપ્પુ લઈને તેના પતિની પાછળ પડી છે, કારણ કે તેને પોતાના પતિનું દિલ ચીરીને જોવું છે કે તેમાં પોતાનું નામ છે કે નહી.

પત્ની હવે જ્યારે ચપ્પુ લઈને પાછળ પડી તો પતી ભાગી રહ્યો છે. હાઈવે પર ભાગતા આ પતિનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે. મામલો આગ્રાનો છે. પત્નીથી બચવા માટે ભાગી રહેલો આ પતિ કોણ છે તે વિશે હજી ખ્યાલ આવ્યો નથી.

 

વિકાસ પાંડે નામના એક વ્યક્તિ પોતાના ટ્વીટર હેન્ડલ પર 57 સેકન્ડનો આ વિડીયો ટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ હાઈવે પર ભાગતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિ વિડીયોમાં કહી રહ્યો છે કે, મને બચાવી લો મિત્રો. મારી પત્ની મારી પાછળ પડી છે. મારા જીવને જોખમ છે. હું ઘરેથી ભાગીને આવી ગયો છું. હાઈવે પર ભાગી રહ્યો છું. મારી પત્ની મારી પાછળ પડી છે.

 

કાલે અમે ઘરે શાંતિથી બેઠા હતા. મારી પત્નીએ મજાકમાં પૂછ્યું કે, તમે મને કેટલો પ્રેમ કરી રહ્યા છો? હું સમજી ન શક્યો અને મેં કહી દિધું કે “દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા” બાદમાં મારી પત્ની મારી પાછળ ચપ્પુ લઈને પડી છે. તે મારું દિલ ચીરીને જોવા માંગે છે કે હું તેને કેટલો પ્રેમ કરું છું. મને બચાવી લો મિત્રો.

Scroll to Top