પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના કારણે અવસાન થયું છે. મિલ્ખા સિંહ 91 વર્ષના હતા. પાંચ દિવસ અગાઉ જ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે અવસાન થયું હતું. જયારે મિલ્ખા સિંહ સારવાર માટે ચંડીગઢમાં PGIMER માં દાખલ થતા હતા.
મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા હતા. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક પણ જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિક દરમિયાન ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના પ્રાપ્ત કરી હતી.
મિલ્ખા સિંહ અને તેમના પત્ની 20 મેના રોજ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ પહેલા જ ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી જ તેમની ઘરે જ સારવાર ચાલી રહી હતી. તેના થોડા દિવસ બાદ તેમની તબિયત ફરીથી બગડી અને ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલવા હતા.
મિલ્ખા સિંહનો 20 નવેમ્બર 1929 ના રોજ ગોવિંદપુરા (પાકિસ્તાન) ના એક શિખ પરિવારમાં જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા બાદ ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા બાદ મિલ્ખા સિંહ 400 થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબર પર રહ્યા હતા.
1956માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. પરંતુ તેમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. જ્યારે 1958 માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 200 અને 400 મીટરમાં તેમને અનેક રેકોર્ડ બનાવ્યા હતા. એ જ વર્ષ દરમિયાન ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટર, 400 મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં 400 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેમની સફળતા જોઈને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા હતા.