કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને લઈને WHO એ જાહેર કરી ચેતવણી

કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ અત્યારે વિશ્વમાં આ વાયરસના અન્ય સ્વરૂપ કરતા પ્રબળ થતું જઈ રહ્યું છે. કોરોનાનો આ વેરિયન્ટ તેજીથી ફેલાઈ રહ્યો છે. WHO ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે આ દાવો કર્યો છે. કોરોનાનું ડેલ્ટા સ્વરૂપ સૌથી પહેલા ભારતમાં સામે આવ્યું હતું. WHO દ્વારા 15 જૂનના રોજ ચાલી રહેલા કોરોના સાપ્તાહિક મહામારી વિજ્ઞાન અપડેટ અનુસાર ડેલ્ટા સ્વરૂપ હવે આશરે 80 દેશોમાં મળી આવ્યું છે. 1.617.2 વેરિયન્ટ સૌથી પહેલા ઓક્ટોબર મહિનામાં ભારતમાં મળ્યો હતો.

ભારત સિવાય બ્રિટન, અમેરિકા, રૂસ અને સિંગાપુર સહિતા દુનિયાભરના કેટલાંય દેશોમાં ડેલ્ટા વેરિયન્ટે તબાહી મચાવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે લઇ ચેતવણી રજૂ કરી છે. તો જર્મનીના ટોચના સાર્વજનિક સ્વાસ્થય અધિકારીએ ભવિષ્યવાણી કરી છે કે વેક્સીનેશન છતાંય આ વેરિયન્ટ તબાહી મચાવી શકે છે. રૂસમાં પણ કોરોનાના રેકોર્ડ 9000 કેસ જોવા મળ્યા છે. તેના લીધે દુનિયામાં હવે ત્રીજી લહેરની આશંકા છે.

વોશિંગ્ટનમાં Director of the Center for Control and Prevention રોશેલ વેલેસ્કીએ કહ્યું કે, તેમને લાગે ચે કે, ડેલ્ટા સ્વરૂપ અમેરિકામાં સર્વાધિક લોકોને સંક્રમિત કરનારા કોરોના વાયરસના વેરિયન્ટ સ્વરૂપે ઉભરી આવશે. જિનેવામાં સ્વામીનાથને કહ્યું કે, કોરોનાના અલગ-અલગ વેરિયન્ટ વિરૂદ્ધ વિભિન્ન વેક્સિનની પ્રભાવ ક્ષમતા પર કેટલાક આંકડા એકત્ર કરવાની જરૂર છે.

Scroll to Top