અમેરિકાએ ચીન અને રશિયા સાથેના વધતા તણાવોને જોતા ભવિષ્યમાં થનારા યુદ્ધોની તૈયારીઓ આરંભી છે. પોતાના દેશ અને રણનૈતિક ઠેકાણાઓની સુરક્ષા માટે અમેરિકાએ અંતરિક્ષમાં પણ હથિયાર તેનાત કરવાનો નિર્ણય કર્યો છે.
યૂએસ સ્પેસ ફોર્સે જાહેરાત કરી છે કે, તે અંતરિક્ષમાં ડાયરેક્ટ એનર્જી વેપન્સને એક્ટિવેટ કરવા માટે કામ કરી રહ્યું છે. આ હથિયા એટલું ખતરનાક હશે કે આંખના પલકારામાં જ કોઈપણ દેશના સેટેલાઈટને નષ્ટ કરી દેશે.
યુ.એસ. સંસદના હાઉસ ઓફ સીનેટની આર્મ્ડ સર્વિસિસ કમિટીની સામે બજેટ ચર્ચા માટે હાજર થયેલા સ્પેસ ઓપરેશંસના ચીફ જનરલ જે રેમન્ડે બુધવારે સુવાવણી દરમિયાન તેનો ખુલાસો કર્યો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા યુ.એસ.ના પ્રતિનિધિ જિમ લેંગેવિને પૂછ્યું કે યુએસએસએફ અમેરિકન ઉપગ્રહો માટે ડાયરેક્ટ એનર્જી શસ્ત્રો વિકસાવી રહ્યું છે કે કેમ? તેના જવાબમાં જનરલ જે રેમન્ડે જવાબ આપ્યો, હા સર, અમે કરીએ છીએ.