લગ્ન જેવા કાર્યક્રમોમાં લોકો મોટાભાગનો સમય મહેમાનો સાથે મુલાકાત કરવામાં અને ખુશીઓ માણવામાં વિતાવતા હોય છે. જો કે, કેટલીક વાર દુલ્હો અને દુલ્હનના જબરદસ્ત ડાન્સ વિડીયો વાયરલ થાય છે. પરંતુ શું આપે ક્યારેય દુલ્હા અને દુલ્હનને મંડપમાં ચાલુ લગ્ને રમતા જોયા છે?
View this post on Instagram
હકીકતમાં અત્યારે આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લગ્ન કરાવી રહેલા પંડિતજીએ થોડો બ્રેક લીધો, મંત્રોના ઉચ્ચારણ થોડી વાર માટે રોકાયા તો આ દરમિયાન દુલ્હો અને દુલ્હન જે કરી રહ્યા છે જોવા જેવું છે. હકીકતમાં બંન્ને બોટલ ફ્લિપ ચેલેન્જ કરતા દેખાઈ રહ્યા છે અને એકબીજાને બોટલ ઉછાળીને ઉભી રાખી દેવાની તક આપી રહ્યા છે.
લગ્નમાં આવેલા મહેમાનોમાંથી કોઈએ આ કપલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને લોકો આ લોકોના વખાણ પણ કરી રહ્યા છે.
આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર હજારો લોકોએ જોયો છે અને લાખો લાઈક્સ પણ આવી છે. કોઈ આ કપલને ક્યૂટ કપલ ગણાવી રહ્યા છે તો કોઈ Cool. કેટલાક લોકો કહી રહ્યા છે કે એક દોસ્ત સાથે જ્યારે લગ્ન થાય ત્યારે મંડપનો માહોલ આવો જ હોય છે.