મહિલા ગોવિંદાના ગીત પર કરી રહી છે અદભૂત ડાન્સઃ વાયરલ વિડીયોએ લોકોના દિલ જીત્યા

સોશિયલ મીડિયા પર જનરલી કોઈને કોઈ વિડીયો વાયરલ થતો રહે છે. આમાં અલગ-અલગ પ્રકારના વિડીયો વાયરલ થાય છે. કોઈ વિડીયોમાં ડાન્સ હોય છે તો કોઈ ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોતાના ઘરના ધાબા પર બોલીવુડ એક્ટર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોતા ખ્યાલ આવે છે કે, મહિલા ગોવિંદા જેવા ડાન્સ મૂવ્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ વિડીયોમાં મહિલાનો એક અલગ જ અંદાજ દેખાઈ રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં ગોવિંદાના ગીત ‘मखना’ પર સાડીમાં ડાન્સ કરતી મહિલા દેખાઈ રહી છે. તેણે ગોવિંદાના સિગ્નેચર ડાન્સ સ્ટેપ્સની નકલ કરી છે. વિડીયોને રેડિયો એક્ટિવ બ્લોસમ નામના અકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને કેટલાય લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. કેટલાક લોકોએ આ ડાન્સ મૂવ્સને વખાણ્યા છે. કેટલાય યુઝર્સે તો આ વિડીયોને માઈન્ડ બ્લોઈંગ ગણાવ્યો છે અને કેટલાક યુઝર્સ તો આ ડાન્સના દિવાના થઈ ગયા છે.

Scroll to Top