બાળકો ક્યારેક એવા કામ કરી બેસતા હોય છે કે, વાહ, કહેવાનું મન થઈ જાય. સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, એક બાળક ગાડીમાં બેસીને રોડ પરથી પસાર થઈ રહ્યો હોય છે. સિગ્નલ પર તેની કાર ઉભી છે અને ત્યાં જ એક ગરીબ બાળક ગાડીની નજીક આવે છે અને કંઈક માંગે છે. ગાડીમાં બેઠેલો બાળક ગાડીનો કાર ઉઘાડે છે અને પોતાના રમકડા આ ગરીબ બાળકને આપી દે છે. આ વિડીયો ખરેખર હ્યદયસ્પર્શી છે.
https://youtu.be/96WnL8ugQ1U
આ હ્યદયસ્પર્શી ઘટનાનો વિડીયો અન્ય ગાડીમાં જઈ રહેલા એક વ્યક્તિએ કેપ્ચર કર્યો છે. બાદમાં આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. હવે આ વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.
આ એક મીનિટના વિડીયોમાં એક નાનકડા બાળકની દાતારી દેખાઈ રહી છે. આ વિડીયો આમતો સામાન્ય છે પરંતુ વિડીયોના દ્રશ્યો ઘણું શિખવાડી જાય છે. અમૂક લોકો ઢાંઢા થાય તો પણ તેમને માત્ર કોઈનું લેવાની વૃત્તિ હોય છે. બીજીતરફ આ બાળકને જોવો, કેટલી દાતારી છે તેનામા. આ નાનકડા બાળકનો એક નાનકડો વિડીયો ઘણું બધું શિખવાડી જાય છે.