આ છે વિશ્વની સૌથી મોંઘી માછલીઃ ઘરમાં રાખશો તો વધશે સંપત્તિ

એરોવાના માછલીઓ દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદીમાં ઓયાપોક અને રુપુનુની નદીઓમાં મળી આવે છે. આ માછલીઓ ગુયાનાના તાજા પાણીમાં મળી આવે છે. આ માછલીઓ છીછરા પાણીમાં મળે છે. આટલું જ નહી પરંતુ આ માછલી કીનારે રહેલા છીછરા પાણીમાં તરવાનું પસંદ કરે છે.

એરોવાના મુખ્યરૂપે મીઠા પાણીમાં રહે છે કારણ કે ખારા પાણી પ્રત્યે તેમની સહનશીલતા ઓછી હોય છે. લોકો આ માછલીને પાળવાનું પણ પસંદ કરે છે. ફેંગશુઈ અનુસાર આ માછલીને ઘરમાં રાખવાથી પ્રગતી થાય છે. આ સિવાય એપણ માન્યતા છે કે, ઘરમાં આ માછલીને રાખવાથી માત્ર પૈસા ખૂબ વધે છે.

આ માછલી 50 દિવસ સુધી પોતાના ઈંડા પોતાના મોઢામાં રાખી શકે છે અને તે ત્યારે જ મોઢુ ખોલે છે જ્યારે તેના બચ્ચા થોડા મોટા થઈ જાય.

આ માછલીઓ બળશાળી અને સાહસી હોય છે. માછલીનું આયુષ્ય 20 વર્ષનું હોય છે. આ માછલી 120 સેન્ટીમીટર સુધી વધી શકે છે અને વજન તેનું 5 કિલો હોય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં આ માછલી 1 કરોડ રૂપિયામાં વેચાય છે. બ્લેક માર્કેટમાં આ માછલીની કિંમત 2 કરોડ રૂપિયાથી વધારે છે.

એરોવાના માછલી માંસાહારી હોય છે અને તે જળના કીડાઓ અને નાની માછલીઓને ખાય છે.

Scroll to Top