યુવતી સાથે તેની જ ફ્રેન્ડના બોયફ્રેન્ડે કરી ક્રૂર હરકત

અત્યારના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવા જેવો જમાનો જ રહ્યો નથી. અને એમાં પણ યુવાનો જવાનીના જોશમાં ક્યારેક એવી ભૂલો કરી બેસતા હોય છે કે, ભોગવવું પરિવારને પડે છે. ત્યારે બીલકુલ આવી જ એક ઘટના નવસારીમાંથી પ્રકાશમાં આવી છે. અહીંયા એક યુવતીને તેની જ સહેલીના પ્રેમીએ ખોટુ બોલીને બાઈક પર બેસાડી અને બાદમાં કોઈ જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં તેને કંઈક નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

યુવતી યુવકની નિયત સમજી ગઈ અને જ્યારે પ્રતિકાર કર્યો તો તે યુવકે તેને ઢોર માર માર્યો હતો. આ સિવાય ઝાડ સાથે તેનું માથું પછાડ્યું હતું અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝાડ સાથે માથુ અથડાતા યુવતી બેભાન થઈ ગઈ હતી અને બાદમાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

યુવતીને ગંભીર ઈજાઓ થતા તેને વલસાડની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીએ તેની સહેલીના બોયફ્રેન્ડ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલાને ધ્યાને લઈને તાબડતોબ કાર્યવાહી કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે, હજી આરોપી નાબાલીક છે એટલે તેને જુવેનાઈલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

Scroll to Top