ગુજરાત સેક્સ રેશિયોમાં દેશના મોટા 18 રાજ્યોમાં છેક છેલ્લા સ્થાને શરમજનક સ્થિતિમાં, જાણો કેમ ગુજરાત આ સ્થાન પર રહ્યું….

દેશમાં જન્મ અને મરણની નોંધણી દર્શાવતો સિવિલ રજિસ્ટ્રેશન રિપોર્ટ-૨૦૧૯ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જન્મ સમયે સેક્સ રેશિયા યાને જાતીય ગુણોત્તરની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન સામેલ હતું. જેમાં ગુજરાત છેલ્લા આંકડાઓમાં સામેલ જોવા મળ્યું છે. રાજ્યમાં જન્મ લેતાં પ્રત્યેક એક હજાર છોકરાઓ સામે છોકરીઓનો 901 જન્મ થાય છે. રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી બેટી બચાવો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તે હેઠળ વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં સેક્સ રેશિયો બીજા રાજ્યોની સરખામણી કરવામાં આવે તો તેમાં સુધારો થયો નથી.

જ્યારે ગુજરાતમાં સેક્સ રેશિયો 2017 માં 898 હતો, જે 2018 માં એક આંકડો ઘટીને 897 થયો હતો. જ્યારે હવે 2019 માં સામાન્ય સુધારા સાથે 901 થયો છે. જયારે આ બાબતમાં સરખામણી કરવામાં આવે તો પંજાબમાં સેક્સ રેશિયો 2017 માં 790 હતો, જે 2018 માં વધીને 796 અને હવે 2019 માં વધુ સુધારા સાથે 916 પહોંચ્યો છે.

પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ગર્ભપાતની બાબત ઘણી જોવા મળી છે. તેમ છતાં સેક્સ રેશિયો ગુજરાતની સરખામણમાં ઘણો સુધારો થયો છે. વર્ષ 2013-15 માં ગુજરાતનો સેક્સ રેશિયો 854 રહ્યો હતો, તે 2019 માં સુધરીને 901 આવી ગયો છે, જ્યારે હરિયાણામાં સેક્સ રેશિયો 2013-15 માં 831 હતો, તે 2019 માં જબરજસ્ત સુધારા સાથે 923 ઉપર આવી ગયો છે.

સીએસઆર રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં મૃત્યુ નોંધણી 100 ટકા રહેલ છે, પરંતુ જન્મ નોંધણી 79.3 ટકા જ છે. તેના પાછળનું કારણ એ રહ્યું છે કે, નોંધણીનું તંત્ર અસ્તવ્યસ્ત રહેલ છે અને મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે.

ગુજરાતમાં નવજાત શિશુના મોતનું પ્રમાણ પણ દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવ્યું છે. વર્ષ 2019 માં 15,602 નવજાત શિશુનાં મોત ગુજરાતમાં થયા હતાં. જ્યારે મહારાષ્ટ્રમાં 17,125 મૃત્યુ નોંધાવામાં આવ્યા છે. ગુજરાતમાં 2016 માં ગ્રામીણ ક્ષેત્રે 1,75, 487 છોકરા, 1,60,835 છોકરીઓ મળી કુલ 3,36,324 બાળકોએ જન્મ લીધો હતો. જ્યારે શહેરી વિસ્તારમાં 4,42,219 છોકરા, 3,95,204 છોકરીઓ મળી કુલ 8,39,435 બાળકોનો જન્મ થયો હતો. જ્યારે કુલ 6,17,706 છોકરા, 5,56,030 છોકરીઓ અને કુલ મળીને 11,73,759 બાળકોનો જન્મ થયો હતો.

પરંપરાગત રીતે રાજ્યના અનેક સમુદાયોમાં જાગૃતિનો અભાવ રહેવાના કારણે છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ ઘણું નીચુ જોવા મળ રહ્યું છે. તે છતા તેમાં સુધારો થતો રહ્યો છે પરંતુ હજુ પણ બીજા રાજ્યો જેવી સફળતા ગુજરાતને મળી નતી.

Scroll to Top