યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો ધ્વારા રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત મિરાબાઈ એ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા છે. 84 લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા અનેક વિષય આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠક્કર જેવા ખુબ પરિપક્વ અભિનેતા એ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા આ ગીતને મધુર આવાજ દર્શાવવામાં આવ્યું.
આ ગીતને ફિલ્માંકન કરવામાં આવ્યું ઝીઝુંવાડા ગામમાં જ્યાં ના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો.જે રીતે આ ગીતને લોકો તરફ થી પ્રેમ મળી રહ્યો છે એ મુજબ આ ગીત ઘણા રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.