આતંકવાદીઓએ એક વખત ફરીથી ડ્રોન દ્વારા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની કોશિશ કરી છે. જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો કર્યા પછી હવે આતંકીઓએ મિલિટ્રી સ્ટેશન ઉપર હુમલો કરવાની કોશિશ કરી. જાણકારી અનુસાર, જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર રાતના 3 વાગે એક ડ્રોન દેખાયો હતો. જોકે, સેના એલર્ટ પર હતી અને ડ્રોન જોતા જ સેનાએ તેના પર 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધી.
ગત રાત્રે 3 વાગ્યાની આસપાસ કાલૂચક મિલિટ્રી સ્ટેશન ઉપર એક ડ્રોન દેખાયો હતો. આને જોતા જ સેનાના જવાનોએ 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધી. ફાયરિંગ પછી ડ્રોન ગાયબ થઈ ગયો. જોકે, સેના સર્ચ ઓપરેશન ચલાવીને ડ્રોનની શોધ કરી રહી છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે મોડી રાત્રે બે ધમાકા થયા હતા. પ્રથમ ધમાકો રાતના એક 40ની આસપાસ થયો તો બીજો ઠિક પાંચ મીનિટ પછી થયો હતો. વાયુસેના અનુસાર બંને ધમાકાઓની ઈન્ટસિટી ખુબ જ ઓછી હતી અને પ્રથમ ધમાકો છત થયો તેથી છતને નુકશાન પહોંચ્યું છે. જ્યારે બીજો ધમાકો ખુલ્લી જગ્યામાં થયો હતો. ધમાકાઓમાં બે જવાનોને મામૂલી ઈજા થઈ હતી.
મહત્વનું છે કે, આતંકીઓ હવે ભારત પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડ્રોન્સ ઓછી ઉંચાઈ પર ઉડી શકતા હોવાથી તે રડારમાં પકડાઈ શકતા નથી. જો કે, ભારત સતર્ક છે અને સુરક્ષા દળો અને કેન્દ્ર સરકારના ઈરાદા એટલા મજબૂત છે અને ક્ષમતા એટલી અપાર છે કે ભારત આ પ્રકારના કોઈપણ આતંકી ષડયંત્રોને સાંખી લેશે નહી.