જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા પાછળ કોણ હતુ? 48 કલાક વિત્યા પછી પણ આનો જવાબ મળ્યો નથી. આ આતંકી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દેવામાં આવી છે. અત્યાર સુધી તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે, હુમલો ડ્રોન દ્વારા થયો પરંતુ અત્યાર સુધી તે ખબર પડી રહી નથી કે, આ હુમલા પાછળ કોનો હાથ હતો. જોકે, સૂત્રોનું કહેવું છે કે, મિલિટ્રી ગ્રેડ એક્સપ્લોસિવ કોઈ દેશની સેના પાસે જ હોય છે.
ગુપ્ત જાણકારી હતી કે પાકિસ્તાને ચીન પાસેથી મોટી સંખ્યામાં ડ્રોન્સ ખરીદ્યા છે અને તે પણ જાણકારી હતી કે, પાકિસ્તાને આ ડ્રોન પિત્ઝા ડિલિવરી અથવા દવાઓની ડિલિવરી માટે ખરીદ્યા નહતા. પરંતુ આટલી ઝડપી આ ડ્રોન્સનો ઉપયોગ આ કામમાં થશે, તે તપાસનો વિષય છે.
તે પછી કહેવામાં આવી રહ્યું છે કે, ભારત પોતાના સૈન્ય ઠેકાણાઓને અથવા સેનાના કાફલાઓ જાય છે તેમને કેવી રીતે બચાવશે. જ્યારે પુલવામાં હુમલો થયો તો તેમાં આતંકીએ વિસ્ફટકોથી ભરેલી પોતાની કાર સીઆરપીએફના કાફલાથી ટકરાવી દીધી હતી, જેમાં 40 જવાન શહિદ થઈ ગયા હતા. પરંતુ હવે આતંકીઓને તેવું કરવાની જરૂરત રહેશે નહીં. કેમ કે, જમ્મુ-કાશ્મીરના હાઈવે પર અનેક એવી પહાડીઓ છે, જેના પર આતંકી બેસી શકે છે અને તે પહાડીઓ ઉપરથી ડ્રોન દ્વારા વિસ્ફોટકોને સેનાની કોઈપણ ગાડી પર નાંખી શકે છે અને તેઓ ડ્રોનનો ઉપયોગ કરે છે તો તેમને કોઈ નુકશાન થશે નહીં, પરંતુ સેનાને ખુબ જ મોટું નુકશાન થઈ શકે છે.
હાલમાં સેના અથવા વાયુસેના પાસે જે રડાર છે, તે ફાઈટર વિમાનોથી બચવા માટે છે. ડ્રોન અનેક પ્રકારના હોય છે. જેમાં નાના ડ્રોન જેવા ક્વોડકોપ્ટર, હેક્સાકોપ્ટર પણ હોય છે. એક મિલિટ્રી ગ્રેડ ડ્રોન પણ હોય છે, જે પોતાના સાથે બોમ્બ-હથિયાર લઈ જઈ શકે છે. તે સાથે જ હવે દુશ્મન એક સાથે સેકન્ડો ડ્રોનથી એટેક કરવાની યોજના પણ બનાવી શકે છે. એવામાં સેના કેટલાક ડ્રોનને તોડી પાડી શકે છે પરંતુ કેટલુંક નુકશાન પણ પહોંચી શકે છે.
એવામાં ભારત પાસે શું વિકલ્પ છે? જ્યારે પુલવામા હુમલો થયો તો ભારતીય વાયુસેનાના 12 ફાઈટર વિમાન સીમા પરા કરીને ગયા અને બાલાકોટ પર સ્ટ્રાઈક કરી. તેનાથી પાકિસ્તાની સેના અને વાયુસેનાની ખુબ જ ઈજ્જત ગઈ હતી અને પાકિસ્તાનને તે સંદેશ મળ્યો કે જો ભારતમાં આતંક ફેલાવશે તો નુકશાન પણ ઉઠાવવું પડશે. આમ ભારત પાસે એક જ વિકલ્પ બચે છે અને તે છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો.