Amul કંપનીએ દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો

પેટ્રોલ-ડીઝલ પછી હવે અમૂલે પણ પોતાની બ્રાંડમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલની તમામ બ્રાંડના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધ્યા છે. અમૂલના દૂધ માટે આવતીકાલે 1 જુલાઇથી પ્રતિ લિટરે 2 રૂપિયા વધુ ચુકવવા પડશે. અમૂલ તાજા, શક્તિ, ટી-સ્પેશ્યલ સહિતની તમામ બ્રાંડના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમુલ ગોલ્ડની 500 મીલી પહેલા 28 રૂપિયામાં મળતી હતી. હવે તેની માટે 29 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ ગોલ્ડ દૂધ 60 રૂપિયા પ્રતિ લિટરે મળશે. અમૂલનું તાજા દૂધ 46 રૂપિયા, ગાય દૂધ 48 રૂપિયા પ્રતિ લિટરે મળશે. સુરતની સુમૂલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 20 જૂને સુમૂલ ડેરી તરફથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો.

ભાવ વધારાનું કારણ જણાવતા સુમૂલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યુ હતું, ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યુ છે અને ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થયો છે જેને કારણે દૂધના ભાવમાં 18 મહિના પછી ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમૂલે તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરતાં હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર હવે રૂ.58માં મળશે, અમૂલ તાજા પ્રતિ લિટર હવે રૂ.46માં મળશે, અને અમૂલ શક્તિ પ્રતિ લિટર હવે રૂ.52માં મળશે. અને અમૂલ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો આવતીકાલથી જ અમલી બનશે. એટલે કે આવતીકાલથી તમારા ખિસ્સા વધારે ઢીલા કરવા માટે તૈયાર રહેજો.

Scroll to Top