ગુજરાતમાં દારુબંધી છે તો ય દારુ આવે છે ક્યાંથી? અમદાવાદમાં મહેફિલ ઝડપાઈ

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં દારૂબંધી છે તો પણ દારુ આવે છે ક્યાંથી? ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેકવાર લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાય છે. ત્યારે ડ્રાય સ્ટેટમાં દારૂ કઈ રીતે? કોના દ્વારા? અને કોની રહેમ નજર હેઠળ આવે છે? આ તમામ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી આવી જ એક દારૂ પાર્ટી કરતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે, આરોપીઓમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે.

શહેરની વસ્ત્રાપુર પોલીસે એક હોટલમાંથી દારૂની મહેફિલ ઝડપી લીધી છે. શહેરની એસ.એન.બ્લુ હોટલમાં દારૂની મહેફિલ માણતાં 9 નબીરા ઝડપાયા છે. જેઓ જે આ હોટલમાં પાર્ટી કરવા ભેગા થયાં હતાં. પાર્ટીમાં 2 યુવતીઓ પણ સામેલ હતી. જો કે યુવતીઓ દારૂના નશામાં ન હોવાથી તેમને છોડી દીધી છે. વસ્ત્રાપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરીને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યાં હતા.

વસ્ત્રાપુર પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 7 લોકો નશાની હાલતમાં મળી આવ્યાં હતા જે બાદ તેમની અટકાયત કરી દારૂ ક્યાંથી લાવ્યાં હતા તેની પૂછપરછ કરાઈ હતી. હાલમાં આ કેસની વધુ તપાસ કરાઇ રહી છે. નોંધનિય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં અન્ય રાજ્યો માંથી દારૂ ઠલવાઇ રહ્યો છે.

Scroll to Top