વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ નજીકમાં જ જંગલ સફરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.વિશ્વનની સૌથી ઝડપી જંગલ સફારીના પ્રાણીઓ અને બર્ડ આયવરીના પક્ષીઓએ પણ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો પડે છે.કેવડિયા જંગલ સફારીમાં રાખવામાં આવેલા સિંહ અને વાઘનો એક દિવસનો ડાયેટ અને વિકમાં એક વખત ફાસ્ટનો ચાર્ટ બનાવવામાં આવ્યો છે.
કેવડિયા જંગલ સફરી પાર્કમાં રાખવામાં આવેલા જુનાગઢના સકરબા ઝુ માંથી લવાયેલા સિંહ અને સિંહણ સાથે બેંગાલના વાઘ-વાઘણને રોજ 8 કિલો ભેંસનું માંસ અને 2 કિલો ચિકન વડોદરા ઝુ થી ટેસ્ટિંગ થયા બાદ રોજ આઇસ બોક્સમાં કેવડિયા આવે છે.
વાઘ, સિંહ, ચિતો સહિતના પ્રાણીઓનું ડાયેટ સાચવવા તેમને ફરજીયાત એક દિવસ ઉપવાસ ઉપર રખાઈ છે.જંગલ સફારીમાં 14 વર્ષના 2.5 ટન વજન ધરાવતા મંગલ નામના ગેંડાને રોજ 80 કિલો ઘાસ, 10 કિલો શેરડી, 5 કિલો આલ્ફા પેલેટ્સ, 2 કિલો ગોળ, 6 કિલો કેળા, 5 કિલો ગાજર અને 4 કિલો કચુંબર મળી કુલ 112 કિલો ભોજન અપાઇ છે.મંગલના સાથીને ટૂંક સમયમાં જ પટના ઝુ થી એકચેન્જ હેઠળ લાવવામાં આવશે.
મહિષા વાસમાં રહેલો જંગલી બળદ તિરુપતિ ઝુ થી જંગલ સફારીમાં લવાયો છે.માત્ર 4 વર્ષની ઉંમરની આ જોડીનું વજન 650 થી 1000 કિલો સુધીનું છે.દેશી-વિદેશી પક્ષીઓની બર્ડ આયબરીમાં પણ 14 દેશોની 26 પ્રજાતિના 400 થી વધુ પક્ષીઓનો સમાવેશ કરાયો છે.
જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ થાય છે.