ગુજરાતના આ જિલ્લામાંં ભૂત પર નોંધાઈ પોલીસ ફરીયાદઃ કિસ્સો જાણવા જેવો છે…

ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા પોલીસે બે ભૂતો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરીયાદ કરી હતી કે, હું જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે બે ભૂતો મારી સામે આવ્યા અને મને મારવાની ધમકી આપી.

ફરિયાદ આપતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જો કે પોલીસે અરજી લીધા બાદ યુવકના સ્વજનો સાથે વાત કરતા યુવક માનસિક અસ્થિર હોવાનું બહાર આવ્યું છે. વરસન બલુભાઈ બારિયા નામના યુવકને એવો ભ્રમ થયો હતો કે ભૂત તેને મારી નાખશે.

પોલીસે પીડિતના પરિવારનો પણ સંપર્ક કર્યો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમના દિકરાની માનસિક રોગની સારવાર ચાલી રહી છે. જો કે, તેણે છેલ્લા 10 દિવસથી પોતાની દવા લીધી નહોતી. જ્યારે પોલીસે તેની સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે, તે પોલીસ સ્ટેશન ભાગીને એટલા માટે આવ્યો હતો કારણ કે, તેને લાગતું હતું કે, ભૂત પોલીસ સ્ટેશનમાં જવાની હિંમત નહી કરે અને મને હેરાન પણ નહી કરે. પોલીસે યુવકના પરિવારને તેને સમયસર દવા આપવા જણાવ્યું છે જેથી ભવિષ્યમાં તેને કોઈ તકલીફ ન થાય.

પીએસઆઈ મયંકસિંહ ઠાકોરે જણાવ્યુ કે, રવિવારે તેઓ પાવાગઢમાં ડ્યુટી પર હતા. ત્યારે વ્યક્તિ પોલીસ સ્ટેશન આવ્યો હતો. તે બહુ જ ડરેલો હતો. એ અસામાન્ય વ્યવહાર કરી રહ્યો હતો. તેને શાંત અને નોર્મલ કરવા માટે તેની લેખિત ફરિયાદ લેવામાં આવી હતી.  ત્યાર બાદ પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારે આવીને જણાવ્યુ કે, યુવક માનસિક રોગનો દર્દી છે. જોકે, તેણે ગત 10 દિવસોથી પોતાની દવા લીધી નથી. પોલીસે ફરિયાદ લઈને યુવકને ઘરે મોકલ્યો હતો.

Scroll to Top