વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે લોકો કંઈપણ કરતા હોય છે. કેટલાય લોકોને એવો શોખ અને એવી ઈચ્છા હોય છે કે તેમનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવે. આના માટે કેટલાક લોકો મહેનત પણ કરતા હોય છે, કેટલાક લોકો જુગાડ કરતા હોય છે અને મૂક લોકો તો એવું કામ કરતા હોય છે કે જેને ચોક્કસ મૂર્ખતા જ કહી શકાય.
વિશ્વમાં કેટલાય પ્રકારના વર્લ્ડ રેકોર્ડ બનતા હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, એ વ્યક્તિએ પોતાની પત્નીને પ્લાસ્ટિકમાં લપેટીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય? જો તમે ન સાંભળ્યું હોય તો અમે આપને આજે આ વાત જણાવીશું. હા આ વાત હકીકત છે. એક વ્યક્તિએ પોતાની પત્નીને પ્લાસ્ટીકમાં લપેટીને પોતાનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ વ્યક્તિ અમેરિકાના ઈડાહોમાં રહે છે.
પ્રાપ્ત વિગતો અવુસાર, ઈડાહોના આ વ્યક્તિએ 1 મીનીટ અને 2.44 સેકન્ડમાં જ પોતાની પત્નીના શરીર પર પ્લાસ્ટીક લપેટીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી નાંખ્યો છે. ડેવિડ રશે એસટીઈએમ શિક્ષાને વેગ આપવા માટે 150 થી વધારે ગિનીસ રેકોર્ડ્સ તોડ્યા છે.