હાઈ સ્પીડ બુલેટ ટ્રેન બનાવવા માટે ચીનને દુનિયામાં ઓળખવામાં આવે છે. હવે ચીને ઓટોનોમસ સ્કાય ટ્રેન બનાવીને એક અન્ય રેકોર્ડ બનાવ્યો છે. ચીને પહેલી ઓટોનોમસ ઓલ્ટ 147 સ્કાય ટ્રેન અને ઓલ્ટ 148 ને તૈયાર કરી છે. આ ટ્રેન જમીન પર નહી પરંતુ હવામાં ચાલશે.
સ્કાય ટ્રેનને બીલકુલ નવી ટેક્નોલોજી ધ સસ્પેન્શન રેલવે પર આધારીત તૈયાર કરવામાં આવી છે. એટલે કે આ ટ્રેન જમીન પર નહી પરંતુ હવામાં રેલ લાઈન્સ સાથે લટકતી આગળ વધશે. એકસાથે કેટલાય યાત્રીઓને સફર કરાવવાની ક્ષમતા આ સ્કાય ટ્રેનમાં છે.
સ્કાઈ ટ્રેન સંપૂર્ણ પણે નવી ટેકનોલોજી ધ સસ્પેન્શન રેલવે પર આધારિત છે. આ સ્કાઈ ટ્રેન ખાસ તો નાના શહેરોમાં ઘણી લાભદાયી સાબિત થશે. આ સ્કાઈ ટ્રેનની અનોખી ડિઝાઈન ચીનના લોકોને ઘણી પસંદ આવી રહી છે. ઑટોનોમસ સ્કાઈ ટ્રેન બનાવવા પાછળ 2.18 બિલિયન યુઆનનો ખર્ચ આવ્યો છે. આ સ્કાઈ ટ્રેન 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડશે. આ ટ્રેન એકવારમાં 200થી વધુ લોકોને લઈ જવા સક્ષમ રહેશે.