ચમત્કારઃ 2 મીનિટ સુધી પાણીમાં રહ્યા બાદ પણ જીવતો રહ્યો બાળક

વર્ષો સુધી ટ્રેનિંગ લીધા બાદ પણ પાણીમાં શ્વાસ રોકવો ખૂબ કઠણ માનવામાં આવે છે અને બે મીનિટ પાણીમાં શ્વાસ રોકવો તો અશક્ય બાબત છે. પરંતુ બ્રિટનમાં આવો જ એક ચમત્કાર જોવા મળ્યો છે. અહીંયાના પ્રચીન મહેલ પર ફરવા ગયેલા એક પરિવારનો ત્રણ વર્ષનો બાળક રમતા-રમતા અચાનક ઉંડી ખીણમાં પડ્યો જ્યાં પાણીમાં તે ડુબી રહ્યો હતો. તેના પરિવારજનનો અને અન્ય લોકો એ સમયે હેરાન રહી ગયા કે જ્યારે બે મીનિટ પાણીમાં રહ્યા બાદ પણ બાળ ચમત્કારીક રૂપે જીવતો બહાર નિકળ્યો.

રિપોર્ટ અનુસાર, ક્વૈડર બોલિંજરર ફ્રોમ નામક ત્રણ વર્ષીય બાળક સોમરસેટમાં નનની કૈસલમાં પરિવાર સાથે ફરવા ગયો હતો. અહીંયા ક્વૈડ પરિવારથી અલગ થઈને મહેલની છત પર પહોંચી ગયો અને અચાનક પાણી ભરેલી ઉંડી ખીણમાં પડી ગયો.

ક્વૈડ ન મળતા તેને પરિજનોએ શોધવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો કે, તે પાણીમાં છે. બાળકના પિતાએ કહ્યું કે, ક્વૈડના પડી ગયા બાદ અમને તેને શોધવામાં એટલા માટે મુશ્કેલી થઈ કારણ કે, પાણીની ઉપર લીલ જામી ગઈ હતી.

બાળકના પિતાએ કહ્યું કે, મારો દિકરો શરારતી અને રોમાંચ પ્રેમી છે. આની આ જ આદત તેના માટે મુશ્કેલી બની ગઈ. તેમણે ઈશ્વરનો આભાર માન્યો કે, આટલા સમય સુધી પાણીમાં રહ્યા બાદ પણ મારો દિકરો સુરક્ષીત છે.

Scroll to Top