મધ્યપ્રદેશના સીધી જીલ્લામાં એક ગજબનો મામલો સામે આવ્યો છે. અહીંયા ઉપસરપંચે જિલ્લાના મુખ્ય અધિકારીને એક એવો પત્ર લખ્યો કે જેની આખા જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. ઉપસરપંચે પોતાના પત્રમાં લખ્યું છે કે, મારા વોર્ડમાં સાંજે એક રોડ બન્યો હતો જે સવારે ચોરી થઈ ગયો. ફરિયાદ બાદ અધિકારીએ આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.
ફરિયાદ મળતા જ મુખ્ય કાર્યપાલન અધિકારી આશ્ચર્યચકિત છે. તેમણે આ કેસની તપાસ કરવાની વાત કહી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
કેસ સીધી જિલ્લાના મજૌલી વિકાસખંડના મેંઢરા ગ્રામ પંચાયતનો છે. જ્યાં ગ્રામ પંચાયત દ્વારા પંચાયત નિધિમાંથી કાગળો પર જ 1 કિલોમીટર લાંબો રસ્તો 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ સ્થળ પર રસ્તો જ નથી.
આ ગામના લોકો જ્યારે આ વાતની જાણકારી મળી તો તે લોકોએ ઉપ સરપંચ રમેશ કુમાર યાદવ સાથે મજૌલીના મુખ્ય કાર્યપાલન અધિકારી અને પોલીસ સ્ટેશનના પ્રભારીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ફરીયાદ કરી હતી કે, ગ્રામ પંચાયતમાં સાંજ સુધી રોડ બન્યો હતો પરંતુ સવારે તે ચોરી થઈ ગયો.