કર્ણાટકમાં રોડ પર ટહેલતો દેખાયો મગર અને સામે આવી ગયું કુતરુઃ જૂઓ આ વાયરલ વિડીયો

કર્ણાટકમાં રોડ પર મગર દેખાયા બાદ લોકો દહેશતમાં આવી ગયા હતા. મગર રોડ પર આવી ગયો તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, મગર આરામથી રોડ પર ફરી રહ્યું છે. આ મગર રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે. જો કે, બધા જ ઘરોના દરવાજા બંધ છે.

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે મગર રોડ પર ટહેલી રહ્યો હતો ત્યારે અચાનક એક કુતરું સામે આવી ગયું. પરંતુ મગરને રસ્તા પર જોયા બાદ આ કુતરું ત્યાંથી ભાગી ગયું હતું. જો કે, મગર ભાઈ મોજમાં હતા. મગરે પણ કુતરા પર ધ્યાન ન આપ્યું અને તે પણ આગળ વધી ગયો.

ગામના લોકોએ આ મામલે વનવિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડી લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડ્યા બાદ તેને નદીમાં છોડી દિધો હતો.

એક વન અધિકારી અનુસાર, પશ્ચિમી ઘાટ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે નદીઓનું પાણી કિનારા પર આવી ગયું છે જેમાં કાળી નદીનો પણ સમાવેશ થાય છે. કાળી નદી કર્ણાટકની સૌથી મોટી નદીઓ પૈકીની એક નદી છે અને આ નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. માંથી કેટલાય મગરો ઉત્તર કન્નડ જિલ્લાના દાંદેલીના પર્યટન સ્થળ પર મંદિર પાસે જોવા મળે છે. અહીંયા ઘણીવાર એવું બને છે કે, મગરો પાણીમાંથી નિકળીને રોડ પર આવી જાય.

Scroll to Top