કહેવાય છે કે, દુનિયામાં જીવવા માટે કામ કરવું જરૂરી છે. માણસ પોતાનું અને પોતાના પરિવારનું પેટીયું રળવા માટે કામ કરતા હોય છે. પણ કામ તો માણસ જ કરે જાનવરો ક્યારેય કામ નથી કરતા પોતાના પરિવારનું પેટ ભરવા માટે. પરંતુ આજે આવા જ એક બંદરનો વિડીયો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે પેટ ભરવા માટે કામ કરી રહ્યો છે.
View this post on Instagram
ચા ની કિટલી પર વાસણ ધોઈ રહેલા એક બંદરનો વિડીયો વાયરલ થયો છે. એક ચાની દુકાન છે કે જેમાં એક બંદર પ્લાસ્ટીકના મોટા ટબમાં ચાની રકાબી સાફ કરતો દેખાઈ રહ્યો છે. જે પ્રકારે બંદર વાસણ ધોઈ રહ્યો છે તે જોતા લાગે છે કે, તે ખૂબ જ દિલથી અને એક માણસની જેમ કામ કરી રહ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
બંદરને ચા ની કિટલી પર કામ કરતો જોઈને લોકો હેરાન છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે એક બંદર વાસણ માંજે છે. વિડીયોને અત્યારસુધી 50,000 લોકોએ જોયો છે. જો કે સૌથી મોટી વાત એ છે કે, અહીંયા ચાની કિટલી ચલાવતા વ્યક્તિની પણ ભૂલ છે કારણ કે પોતાના સ્વાર્થ માટે ક્યારેય અબોલ જીવ સાથે કામ ન કરાવાય. એક દ્રષ્ટીએ આ નિર્દયી કૃત્ય કહેવાય.
વિડીયોને જોઈને કેટલાક લોકો નારાજ થયા છે. લોકોએ કમેન્ટ્સ કરતા કહ્યું છે કે આ જાનવર પ્રત્યેની ક્રૂરતા છે. એક યુઝરે કહ્યું કે, બે કેળા માટે આ બંદરે શું-શું કરવું પડે છે? એક યુઝરે એમ કહ્યું કે, આ બંદર કમાઈને ખાઈ રહ્યો છે.