હવે કોઈ ડ્રોન હુમલાઓ આપણને નુકસાન નહી પહોંચાડી શકેઃ ભારતે કરી વિશેષ તૈયારી

જમ્મુ-કાશ્મમીરમાં ડ્રોનથી આંતકી હુમલાના ષડયંત્ર પછી ભારતીય સુરક્ષા એજન્સી વધ સતર્ક બની છે. આકાશી પડકારને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ એર ડિફેન્સ કમાન્ડની સ્થાપનાની જાહેરાત કરી છે. CDS જનરલ બિપિન રાવતે જણાવ્યું કે અમે મેરીટાઈમ કમાન્ડ અને એર ડિફેન્સ કમાન્ડ બનાવવા જઈ રહ્યા છીએ.

CDS જનરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે એર ડિફેન્સ કમાન્ડની જવાબદારી આપણા એરસ્પેસને સુરક્ષિત રાખવાની રહેશે, એર ડિફેન્સ કમાન્ડ તમામ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અથવા પછી ડ્રોનની દેખરેખ રાખશે. તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ એરબેસ પર ડ્રોન હુમલા પછી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, હવે એક કમાન્ડરની સંપૂર્ણ જવાબદારી એરસ્પેસની સુરક્ષા રહેશે.

CDS જનરલ બિપિન રાવતે જણાવ્યું કે હિનદ મહાસાગરમાં ખતરો વધી રહ્યો છે. આ ખતરાને પહોંચી વળવા માટે મેરીટાઈમ કમાન્ડની સ્થાપના કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે મેરીટાઈમ કમાન્ડની જવાબદારી ભારતીય સાગરક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સખ્ત રાખવાની રહેશે. બીપીન રાવતે જણાવ્યું કે હિન્દ મહાસાગરમાં અન્ય દેશોનો પગપેસારો વધે તે પહેલા આપણે આપણા સુમદ્ર ક્ષેત્રની સુરક્ષાને વધુ મજબૂત કરવી પડશે.

સમુદ્રોની સુરક્ષા માટે ઘણા વિભાગ કાર્યરત છે. જેમાં રાજ્યના તટરક્ષક, ઈન્ડિયન નેવી સહિતની ઘણી એજન્સીઓ શામેલ છે, સાથે સાથે માછીમારો પણ આપણાં આઁખ કાન છે. મેરિટાઈમ કમાન્ડ તમામ લોકો વચ્ચે સમન્વય રાખવાનું કાર્ય કરશે.

બે મોર્ચા પર એક સાથે યુદ્ધની તૈયારી અંગેની માહિતી આપતા બીપીન રાવતે જણાવ્યું કે અમે બે વધુ નવા ફ્રન્ટ બનાવીશું, એક વેસ્ટ ફ્રન્ટ, બીજો નોર્થ ફ્રન્ટ, હાલમાં નોર્ધન ફ્રન્ટ પાસે ઘણી જવાબદારીઓ છે, આ ફ્રન્ટ જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, અને બોર્ડર પર ચીન અને પાકિસ્તાનની સામે અડીખમ ઉભું છે.

જનરલે વધુમાં જણાવ્યું કે આવીજ રીતે વેસ્ટ ફ્રન્ટ પણ બનાવવામાં આવશે. જજે ભવિષ્યના પડકરાનો ખ્યાલ રાખીને કામ કરવાનું છે, હાલમાં હાલાત ઠીક છે, પરંતુ હંમેશા ઠીક નહી રહી શકે. અમે જોયું છે કે હાલાત કેવી રીતે ખરાબ થઈ જાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પોતાના તરફથી પણ તૈયારી કરવી પડે છે.

Scroll to Top