3 બાળકો સાથે કારમાં જઈ રહ્યો હતો પરિવારઃ અને અચાનક જ કાર પર પડી વિજળી! જૂઓ આ વિડીયો

એક વિડીયો બીલકુલ એક જ સમયે કેપ્ચર કરવામાં આવ્યો જ્યારે કંસાસના વેવર્લીની પાસે એક પરિવારના પાંચ સભ્યો જે કારમાં જઈ રહ્યા હતા, તે જ કાર પર વિજળી પડી. આ ઘટના 25 જૂનની છે અને વિડીયોને કાર્લ હોબી નામના એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ આ જ કારની પાછળ પોતાની કાર લઈને જઈ રહ્યો હતો. એ જ સમયે આ ઘટના ઘટી.

કારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો સવાર હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે, હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અચાનક જ આ ગાડી પર વિજળી પડે છે. જો કે આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે, ભલે કાર પર વિજળી પડી હોય પરંતુ કારમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષીત છે.

વિડીયો ઉતારનાર શખ્સે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનાને અમારી આંખો સામે જોઈને અમે બધા જ ગભરાઈ ગયા હતા. પરંતુ તુરંત જ અમે કાર પાસે જઈને ચેક કર્યું કે બધા લોકો સુરક્ષીત છે. કારમાં બેઠેલા બધા જ લોકો સુરક્ષીત હતા, ગાડી ખરાબ થઈ ગઈ હતી. પરંતુ જેમતેમ કરીને ગાડીને સાજી કરીને ત્યાંથી પરિવારને ત્યાંથી રવાના કરવામાં આવ્યો હતો.

Scroll to Top