સમુદ્રમાં અચાનક લાગી ગઈ આગ, જૂઓ વાયરલ વીડિયો

મેક્સિકોમાં સમુદ્રમાં આગ લાગી ગઈ છે. સમુદ્રના પાણીની નીચે પાઈપલાઈનમાં ગેસ રિસાવ પછી મેક્સિકોની ખાડીની સપાટી પર આગ લાગી ગઈ. જોકે, આ દૂર્ઘટનાથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પાઈપલાઈન મેક્સિકોની સરકારી પેમેક્સ પેટ્રોલ કંપનીની છે. સમુદ્રના પાણીમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેક્સિકોના સમુદ્રમાં પાણીમાં ગેસ રિસાવવાળી જગ્યા પર લગભગ પાંચ કલાક સુધી આગ લાગેલી રહી. એવું લાગી રહ્યું હતુ કે, પાણીમાં જ્વાળામુખી ફાટી ગઈ છે અને બહાર આગનો લાવા નિકળી રહ્યો છે.

પાણીમાંથી નીકળતી તેજ નારંગી જ્વાળાઓ જે પીગળેલા લાવા જેવું લાગે છે તેને સોશ્યલ મીડિયા પર ‘આઈ ઓફ ફાયર’ ગણાવવામાં આવી રહ્યું છે. આગની ગોળાકાર આકૃતિના કારણે તેને આગની આંખ કહેવામાં આવી રહી છે. પેમેક્સ તેલ પ્લેટફોર્મથી થોડા જ અંતરે આગ લાગવાની ઘટના ઘટી છે.

Scroll to Top