સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અમેરિકી રેપર કોડા બ્લેકનો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, રેપલ કોડા બ્લેક એક બોટ પર ઉભો છે અને સમુદ્રમાં પૈસા ફેંકી રહ્યો છે. આ વિડીયો ક્લિપ ટ્વીટર પર ‘My Mixtapez’ નામના એક પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. કોડા બ્લેક એક બોટ પર જાય છે અને લગભગ 100 હજાર ડોલર (74 લાખ રૂપિયા) પાણીમાં ફેંકી દે છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, રેપર પહેલા સમુદ્રમાં પૈસાને ફેંકી દે છે. અને બોટ પર અન્ય કેટલાક લોકો પણ દેખાઈ રહ્યા છે. વિડીયોમાં એપણ દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિના હાથમાં કેમેરો પણ છે.
https://twitter.com/mymixtapez/status/1410259509830946825?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410259509830946825%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fviral-news%2Fnews
આની બાદમાં દેખાઈ રહ્યું છે કે, કોડા બ્લેક બીજીવાર પૈસા કાઢી લાવે છે અને પછી આ પૈસાને પાણીમાં ફેંકવા લાગે છે. હાથમાં કેમેરો લઈને શખ્સ રેપરની કેટલાય ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે. આ સિવાય રેપર કોડા બ્લેકનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કોડા બ્લેક 100 ડોલર્સની નોટને ટોયલેટમાં નાંખીને ફ્લશ કરતો દેખાય છે.
આપને જણાવી દઈએ કે, રેપર કોડા બ્લેક જેલમાં સજા કાપી રહ્યો હતો. પરંતુ ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કાર્યકાળ ખતમ થવાના થોડા જ કલાકો પહેલા તેને ક્ષમા અરજી સ્વિકારી રહી હતી. બાદમાં તે જેલમુક્ત થઈ ગયો હતો.