દાવો છે કે આવા જોરદાર ચંપલ તમે ક્યારેય નહી જોયા હોયઃ જુઓ આ વાયરલ વિડીયો….

બજારોમાં રોજે-રોજ કંઈક અલગ જ પ્રકારની અને અતરંગી વસ્તુઓ આવતી રહેતી હોય છે. જો તમે વિચારી રહ્યા હોય કે અતરંગી ફેશન માત્ર કપડામાં હોય છો અને તેને વન એન્ડ ઓનલી રણવીર સિંહ કેરી કરી શકે તો તમારી ભૂલ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફૂટવેર માટેના એક નવા ટ્રેન્ડ વિશે માહિતી મળી છે. આ વાયરલ વિડીયોને જોઈને આપ પણ ચોંકી જશો.

 

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર Tube Indian નામનું એક અકાઉન્ટ છે. આ પેજ પર સામાન્ય રીતે મજેદાર વિડીયોઝ શેર કરવામાં આવતા હોય છે. આ વિડીયો એવા જોરદાર હોય છે કે, થોડા સમયમાં વાયરલ પણ થઈ જાય છે. આ પૈકીના કેટલાક વિડીયો અતીશય મજેદાર હોય છે કે જેને જોતા જ કાં તો તમે હસી પડો અને કાં તો તમે ચોંકી જાવ. આ જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લેડીઝ ફૂટવેરનો એક મજેદાર વિડીયો શેર કરવામાં આવ્યો છે. દાવો છે કે, આ પ્રકારના ચંપલ પહેલા આપે ક્યારેય નહી જોયા હોય.

આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યારસુધી 1 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આના પર આવી રહેલી કમેન્ટ્સ પણ મજેદાર છે. આ ચમકીલી ચંપલને જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. તે આ નવી ફેશન પર પોતાની જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ ચંપલથી જો માર પડ્યો તો વાગશે પણ ખરું અને કરંટ પણ લાગશે.

Scroll to Top