ઈન્ડિયન આઈડલ-12 ના ટોપ 8 સિંગર સવાઈ ભાટને સીંગીંગનો પ્રથમ બ્રેક મળ્યા બાદ આજે તેનું ગીત પણ રીલીઝ થઈ ગયું છે. રાજસ્થાનના નાગોરના રહેવાસી સવાઈ ભાટના ગીતને તેના ફેન્સ દ્વારા પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. રીલીઝ થયાના પ્રથમ કલાકમાં જ આ ગીતને યુ-ટ્યુબ પર 2 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં જ હિમેશે પોતાની એક તસવીર શેર કરી હતી તેની સાથે જ સવાઇ જોડે ગીત રેકોર્ડ કરવાનો કેવો અનુભવ રહ્યો તે કહ્યું હતું. હિમેશે લખ્યું હતું કે મારો નવો આલ્બમ હિમેશ કે દિલ સેનું પહેલું ગીત સવાઇ ભટ્ટ ગાશે જેને હું કંપોઝ કરીશ. સવાઇએ તાજેતરમાં જ ગીત રેકોર્ડ કર્યું છે અને ટૂંક સમયમાં જ આલ્બમનં પહેલું ગીત જાહેર કરીશ.
આ એક રોમેન્ટિક ગીત છે જે તમને પસંદ આવશે અને સાથે જ સવાઇનો અવાજ પણ. ભલે આ સવાઇનું પહેલું ગીત છે પરંતુ તેણે ખૂબ જ દમદાર રીતે ગાયું છે. તમારે આ ગીતને એટલો જ પ્રેમ આપવાનો છે જેટલો તમે સુરૂરના ટ્રેક તેરે બિનાને પસંદ કર્યું હતું.
હિમેશે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા સવાઈના ગીતને રિલીઝ કરતા લખ્યું કે, સિંગર સવાઈનો અવાજ ખૂબ જ અનોખો છે અને હું તેના અવાજને દુનિયા સામે રજૂ કરી રહ્યો છું. હિમેશે કહ્યું કે, સવાઈ એક ખૂબ જ પ્રતિભાશાળી સીંગર છે.