દુનિયામાં એવી કેટલીય જગ્યાઓ છે કે જેનું રહસ્ય સમજવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલીક વાતોએ આ જગ્યાઓને એટલું ડરામણું બનાવી દિધું છે કે, આ ગામ હંમેશા ચર્ચામાં રહે છે. સ્કોટલેન્ડના આ ગામમાં અત્યારે કોઈ જ રહેવા માટે તૈયાર નથી. પર્થશાયરમાં લોચ તે ના ઉત્તરી કિનારા પર આવેલું ગામ ઓલ્ડ વિલેજ ઓફ લોર્સ ગામ કે જ્યાં જવાથી લોકો ગભરાય છે. અહીંયા પ્રોપર્ટી ધરાવતા લોકો પણ ખૂબ જ પરેશાન છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હવે આ સ્કોટીશ ગામ વેચાવા માટે તૈયાર છે. આ જગ્યાની સુંદરતાને જોઈને આપને પણ આ ગામ પસંદ આવી જશે. અહીંયા એક પ્રાઈવેટ બીચ પણ છે. આટલું જ નહી પરંતુ અહીંયા બોટમાં જઈ અને ફિશિંગ પણ કરી શકાય છે. આ સાથે જ આ પ્રાચીન જગ્યા પર લાકડાના ઘરો પણ આવેલા છે. પરંતુ લોકો કહે છે કે, આ જગ્યાએ ભૂત બહુ થાય છે એટલે અહીંયા રહેવા કોઈ તૈયાર નથી.
પ્રાચીન સ્કોટિશ ગામ 173000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 1 કરોડ 28 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. દિલચસ્પ વાત એ છે કે સ્કોટલેન્ડના કેટલાંય શહેરમાં એક ફલેટની કિંમત પણ આટલી અથવા તો આનાથી વધું હોય છે. રિપોર્ટસના મતે ઓલ્ડ વિલેજ ઓફર લોર્સ પર્થશાયરમાં લોચ તાઇના કિનારે આવેલ છે અને 3.31 એકરમાં પથરાયેલ છે. આ ગામની સાથે તમને પ્રાઇવેટ બીચ મળશે સાથો સાથ માછલીઓ પકડવાનો અધિકાર પણ પરંતુ પૈસા સિવાય તમને ભૂતને નાથવા માટે તૈયાર રહેવું પડશે.
ઓલ્ડ વિલેજમાં 17મી સદીનું ખંડેર છે. કહેવાય છે કે હાઉસ ઓફ લોયર્સનું એક એવું સ્થળ છે જ્યાં લેડી ઓફ લોર્સનું ઘર હતું. કહેવાય છે કે લેડી ઓફ લોર્સનો આત્મા આજે પણ ગામમાં ભટકે છે.
અહીંયાના લોકોનું માનવું છે કે, ગામમાં હજી પણ તેના છેલ્લા માલિકની આત્મા ભટકે છે. જેને લેડી ઓફ લોર્સ પણ કહે છે. કહેવામાં આવે છે કે, તેણે કેટલીક ભવિષ્યવાણી કરી હતી. આ જ ડરના કારણે કોઈપણ વ્યક્તિ અત્યારે આ ગામમાં રહેવા તૈયાર નથી. અને એટલે જ આ ગામ આટલી સસ્તી કિંમતે વેચાઈ રહ્યું છે.