ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થતાં જ હરીફ રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભેમા ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી, ગુજરાતના લોક લાડીલા ગાયક વિજય સુવાળા દ્વારા સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સદસ્યતા અભિયાન 2021 અંતર્ગત ઉત્તર ગુજરાત માંથી મોટી સંખ્યામા લોકો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
આપ નેતા વિજય સુવાળા ઉત્તર ગુજરાતની મુલાકાતે હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી અને પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણીની હાજરીમાં બનાસકાંઠાના જગાણા ગામે માનજી ચૌધરી, અશ્વિન ચૌધરી, રમેશ દેસાઈ, પ્રવીણ ચૌહાણ, પ્રવિન રબારી, મોંઘજી ચૌધરી, બાબુ મકવાણા, ભગવન પ્રજાપતિ, વિનોદ કરેનરે , બાબુલોહ, ડો.પાર્થભ જોશી, કિશોર સોની, ડાયા પ્રજાપતિ સહિતના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં જે ભાજપના કાર્યકર્તાઓ પણ છે જેઓ આપમાં જોડાયા છે.
થોડા સમય પહેલા જ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાએ મહેશહે સવાણીને ખેસ પહેરાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા પત્રકાર ઈસુદાન અને લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.રાજ્યના દરેક ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યાંછે. જે ભાજપ માટે ચિંતાનો વિષય છે.