ભારતમાં 8 રાજ્યોના રાજ્યપાલો બદલાયાઃ મધ્યપ્રદેશમાં ગુજરાતી વ્યક્તિને જવાબદારી સોંપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તારની સંભાવનાઓ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલાય રાજ્યોના રાજ્યપાલોને બદલ્યા છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના રાજ્યાપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટક, મધ્યપ્રદેશ અને હિમાચલ સહિત 8 રાજ્યોના રાજ્યપાલોની નિયુક્તિ કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અનેક રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી છે. જેમાં જે એક ગુજરાતી પણ છે. ગુજરાતમાંથી મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. આ ઉપરાંત થાવરચંદ ગેહલોતને કર્ણાટકના, મિઝોરમના રાજ્યપાલ તરીકે હરી બાબુકંભાપતિ, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્ર વિશ્વનાથની વરણી કરવામાં આવી છે.

વજુભાઈ વાળાની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે. પીએસ શ્રીધરન પિલ્લઈને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે. સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાના તથા રમેશ બેસને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા છે.

Scroll to Top