ટ્રોપિકલ દેશોમાં ફળ ખૂબ જ સ્તા હોય છે, કારણ કે ત્યાં ક્લાઈમેટ વધારે સારુ હોય છે. આટલું જ નહી પણ આ પ્રકારના દેશોમાં સસ્તા ભાવે ફળોને ખરીદી શકાય છે. જો કે, એકફળ એવું પણ છે કે જેની કિંમત લાખો રૂપિયા છે. આ ફળનું નામ છે રુબી રોમ ગ્રેપ્સ. આ દ્રાક્ષ ખૂબ જ શાનદાર છે અને ભારતમાં આ દ્રાક્ષની કિંમત 7,50,000 રૂપિયા છે. દ્રાક્ષના એક દાણાની કિંમત 35000 રૂપિયા છે.
રૂબી રોમન ગ્રેપ્સ એક દુર્લભ પ્રકારનું ફળ છે. દર વર્ષે આ દ્રાક્ષના માત્ર 2400 ઝુમખા જ ઉગે છે. જો કે, પ્રત્યેક દ્રાક્ષની ગુણવત્તા ખૂબ જ ચોકસાઈ પૂર્વક તપાસવામાં આવે છે. જે દ્રાક્ષને પસંદ કરવામાં આવે છે તેના પર સર્ટિફિકેશન સેલ રાખવામાં આવે છે. આ દ્રાક્ષને વેચવા માટે કડક નિયમો પણ છે.
પ્રત્યેક દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે. અને આ પિંગપોંગ બોલ આકારની હોય છે પરંતુ કેટલીક દ્રાક્ષ 30 સેન્ટીમીટર જેટલી મોટી પણ હોય છે. આ દ્રાક્ષની ખેતી જાપાની લક્ઝરી ફળોના બજારમાં ખૂબ જ ડિમાન્ડિંગ છે. 2008 માં રૂબી રોમન ગ્રેપ્સ ઉગાડવાની શરૂઆત થઈ.