જર્મનીની સ્વાસ્થ્ય એજન્સીએ 5 જુલાઇએ કહ્યુ કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ સાથે ઝઝુમી રહેલા કેટલાક દેશો પરથી ટ્રાવેલ બેન હટાવવામાં આવશે. આ દેશોમાં યુકે, ભારત સિવાય ત્રણ અન્ય દેશ સામેલ છે. રોબર્ટ કોચ ઇંસ્ટીટ્યૂટ (RKI)એ કહ્યુ, ભારત,નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેની શ્રેણી વાયરસ વેરિઅન્ટ દેશમાંથી બદલાઇને વધુ ઘટના ધરાવતા વિસ્તારમાં કરી દેવામાં આવશે.
આ બદલાવથી આ દેશોમાંથી આવતા મુસાફરો માટે રાહત થશે. જે લોકો જર્મન નાગરિકતા અથવા રહેવાસી નથી, તે આ દેશમાંથી જર્મની આવી શકશે. જોકે, તેમણે ક્વોરન્ટાઇન અને ટેસ્ટિંગ નિયમનું પાલન કરવુ પડશે.
જર્મનીએ વાયરસ વેરિઅન્ટ દેશ નામની એક ટ્રાવેલ કેટેગરી બનાવી હતી. જેનો અર્થ તે કોરોના વાયરસ વેરિએન્ટને રોકવાનો હતો, જે અત્યાર સુધી જર્મનીમાં વધુ ફેલાયો નથી.
ગત અઠવાડિયે જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી જેંસ સ્પાહને કહ્યુ હતું કે ડેલ્ટા વેરિએન્ટ હવે દેશમાં ડૉમિનેંટ બની રહ્યુ છે, અર્થ કે આ વેરિએન્ટથી પ્રભાવિત દેશમાંથી બેન હટી શકે છે. સ્પાહને કહ્યુ હતું, ડેલ્ટાના ફેલાવાની વધતી ઝડપ અને વેક્સીનોના આ વેરિએન્ટ વિરૂદ્ધ પ્રભાવી હોવાને જોઇને અમે સ્થિતિને કેટલાક દિવસમાં જોઇશું. 2 જુલાઇએ બ્રિટનના પ્રવાસ દરમિયાન ચાંસેલર એજેંલા મર્કલે પણ જર્મનીના ટ્રાવેલ બેનમાં છૂટ આપવાના સંકેત આપ્યા હતા. ગત મહિને મર્કલે બ્રિટનથી આવનારા લોકો માટે કડક પ્રતિબંધ અને લાંબા ક્વોરન્ટાઇનની વકીલાત કરી હતી.