કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે, આ પહેલા જાહેર કરાયેલા તેમના કાર્યકર્મમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ 10 તારીખે સાંજે અમદાવાદ આવશે. ત્યારબાદ 11 તારીખે બપોરે 4 કલાકે સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.
સાણંદ બાવળા તાલુકાના 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. જ્યારે 17 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 12 તારીખે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.