કુદરતે બનાવ્યો છે, નેચરલ સ્વિમીંગ પુલઃ દાવો છે… ક્યારેય નહી જોઈ હોય આવી જગ્યા

આ ગરમીની સીઝનમાં સ્વિમીંગ પૂલમાં નહાવાનો આનંદ અલગ જ હોય છે. પરંતુ જો તમને એવો કોઈ સ્વિમીંગ પુલ મળી જાય કે જ્યાં ચારેય બાજુ પહાડ અને ખુલ્લું વાતાવરણ હોય તો તમને મોજ આવી જશે. આવા જ એક નેચરલ સ્વિમીંગ પુલનો ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ સ્વિમીંગ પુલને જોઈને તમને ચોક્કસ ત્યાં જવાનું મન થશે. બિઝનેસ ટાઈકૂન આનંદ મહિન્દ્રાએ પણ આ ફોટો જ્યારે જોયો ત્યારે તેમણે પણ કહ્યુ કે, મેં આ જગ્યાને મારી બકેટ લિસ્ટમાં શામેલ કરી છે.

થોડા દિવસ પહેલા સિદ્ધાર્થ બકારીયા નામના એક ટ્વીટર યુઝરે આ નેચરલ પુલનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, આ નેચરલ સ્વિમીંગ પુલથી વધારે સારો કોઈ પુલ નથી. આ જ ફોટોને આનંદ મહિન્દ્રાએ રીટ્વીટ કરતા લખ્યું કે, મેં પહેલા આવી જગ્યા ક્યારેય જોઈ નથી. હવે આ જગ્યા મારા ટ્રાવેલની બકેટ લિસ્ટમાં શામીલ થઈ ગઈ છે. સિદ્ધાર્થ આનું લોકેશન શેર કરો.

હકીકતમાં આ જગ્યા ઉત્તરાખંડના પિથોરગઢના ધારચૂલા ગામમાં આવેલી એક જગ્યા છે. ગત વર્ષે ફોટોગ્રાફર ધામી નરેશે આ ફોટો ક્લિક કર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. લોકો આ જગ્યાની સુંદરતા જોઈને હેરાન રહી ગયા છે. આ ફોટો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Scroll to Top