અપાર્ટમેન્ટ, હોટલ અને દુકાન ધરાવતો વિશ્વનો એકમાત્ર સૌથી ઉંડો સ્વિમિંગ પુલઃ જૂઓ વિડીયો…

મોટા-મોટા શહેરોમાં તમામ પ્રકારના સ્વિમિંગ પુલ બનાવવામાં આવે છે. આ સ્વિમીંગ પુલ આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહે છે, આ જ વચ્ચે દુબઈમાં દુનિયાનો સૌથી ઉંડો સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પુલની અંદર અપાર્ટમેન્ટ, હોટલ અને દુકાનો બનાવવામાં આવી છે.

હકીકતમાં ગલ્ફ ન્યુઝના એક રિપોર્ટ અનુસાર, દુબઈ પાસે નાદ અલ શેબા વિસ્તારમાં ડીપ ડાઈવ દુબઈ નામથી બનાવવામાં આવેલા આ સ્વિમિંગ પુલની ઉંડાઈ 60.02 મીટર છે. આની ક્ષમતા 1 કરોડ 40 લાખ લીટર પાણીની છે જે ઓલમ્પિક સાઈઝના 6 સ્વિમિંગ પુલની બરાબર છે.

ડીપ ડાઈવ વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પુલ હોવાની માન્યતા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે પણ આપી દિધી છે. 1500 વર્ગ મીટરમાં ફેલાયેલી આ જગ્યાના તાપમાનને 30 ડિગ્રી સેલ્સિયસ પર મેન્ટેઈન કરવામાં આવે છે.

ડીપ ડાઈવ દુબઈની પબ્લિક બુકિંગ્સ જુલાઈના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. આ પૂલને એક જળમગ્ન શહેરની જેમ બનાવવામાં આવ્યો છે. આમાં એક અપાર્ટમેન્ટ અને ગેરેજ પણ ઉપસ્થિત છે. આમાં સ્કૂબા ડાઈવર્સ માટે કેટલાય પ્રકારના કોર્સની સુવિધા પણ ઉપ્લબ્ધ છે.

Scroll to Top