લાંબા વિરામ બાદ મેઘરાજા બનશે ગુજરાતના મહેમાનઃ હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ આગાહી કરવામાંઆવી છે. વાતાવરણમાં ભારે બફારાને લઇને લોકો ત્રાસી ગયા છે. હવે વરસાદ પડે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે એવી જ આશા છે. વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. અમદાવાદમાં હળવો વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાયું છે. જેથી જે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાંવરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. આ વર્ષેવરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાંહળવા વરસાદની આગાહી કરાઇ છે. ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 13 થી 20 જુલાઇ સુધીમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડવાની શક્યતાઓ છે.

રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

Scroll to Top