ઘણીવાર આપે એવા ખેલાડીઓને જોયા હશે કે જે હવામાં ફૂટબોલ ઉછાળીને કરતબ કરતા હોય પરંતુ શું આપે ક્યારે તરબૂચને ઉછાળીને કોઈ વ્યક્તિ કરતબ દેખાડતો હોય તેવું જોયું છે? કદાચ ના… તો સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વિક્રેતા પોતાની દુકાન પર તરબૂચને હવામાં ઉછાળે છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે તે ફૂટબોલ સાથે રમી રહ્યો હોય.
View this post on Instagram
અત્યારે આ વિડીયોને જોયા બાદ કોઈપણ વ્યક્તિ વિચારતા થઈ જશે. સોશિયલ મિડીયા પર વાયરલ થનારા આ વિડીયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે, દુકાનદારે આવું કરતબ કરવા માટે કેટલી પ્રેક્ટિસ કરી હશે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
તરબૂચના અદભૂત વિડીયોને જોયા બાદ કેટલાય લોકો અચંબિત થઈ ગયા છે. આને ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. જ્યારે લાખો લોકો આને જોઈ ચૂક્યા છે.