સુપર સ્ટાર રજનીકાંતના ચાહકો તેમને બહુ પ્રેમ કરે છે. દેશ જ નહી પરંતુ દુનિયાભરમાં કેટલીયવાર ફેન્સ રજનીકાંતની જેમ જ દેખાવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક મામલો સામે આવ્યો છે કે જ્યાં રજનીકાંતની સ્ટાઈલને એક વ્યક્તિ કોપી કરવા ઈચ્છી રહ્યો હતો પરંતુ તે ધડામ દઈને પડી ગયો.
View this post on Instagram
હકીકતમાં સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે એક સ્ટેજ પર રજનીકાંતનો હમશકલ લોકોનું મનોરંજન કરી રહ્યો હતો. તે સતત રજનીકાંતની જેમ જ સ્ટંટ મારવાનો પ્રયત્ન કરતતો હતો જેને જોઈને લોકો તાળી પણ વગાડી રહ્યા હતા.
આ જ દરમીયાન તેણે સ્ટેજ પર મૂકેલી એક ખુરશી પર જેવો જ પગ મારવાનો પ્રયત્ન કર્યો કે તરત જ તે લપસી ગયો અને પડી ગયો. બાદમાં લોકો તેના પર જોર જોરથી હસવા લાગ્યા હતા. જો કે, પાસે ઉભેલા લોકોએ તેને ઉભો કર્યો, સદનસીબે તેને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી.
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પેજ official_niranjanm87 દ્વારા શેર કરાયો છે. જોત-જોતામાં આ વિડીયો વાયરલ થયો છે અને લોકો આના પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, દુનિયામાં રજનીકાંત માત્ર એક જ છે અને કોઈ રજનીકાંત ન બની શકે.