જમ્મૂ-કાશ્મીરઃ આતંકીઓને મદદ કરતા 11 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કરાઈ મોટી કાર્યવાહી…

જમ્મૂ-કાશ્મીર તંત્રએ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલા 11 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ તમામ કર્મચારીઓ પર સરકાર દ્વારા આ કાર્યવાહી આતંકીઓ સાથે સંબંધ હોવાના આધાર પર કરવામાં આવી હતી.

જો કે, અત્યારસુધીની આ મામલે કોઈ અધિકારીક પુષ્ટી થઈ નથી પરંતુ સુત્રો અનુસાર 11 કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. આમાં હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સૈયદ સલાહુદ્દીનના પુત્રનો પણ સમાવેશ થાય છે. તેને પણ સરકારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકરીમાંથી કાઢી મુકાયેલા 11 કર્મચારીઓમાંથી 4 અનંતનાગના, 3 બડગામના, શ્રીનગર, પુલવામા અને કુપવારાના એક-એક છે. તેમાંથી 4 શિક્ષણ વિભાગમાં, 2 જમ્મુ-કાશ્મીર પોલીસમાં અને 1-1 કૃષિ, કૌશલ્ય વિકાસ, પાવર, એસ.કે.આઇ.એમ.એસ. અને આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા.

અનંતનાગ જિલ્લાના બે શિક્ષકો જમાત-ઇસ્લામી અને દુખ્તારન-એ-મિલ્લતની વિચારધારાને ટેકો આપવા અને પ્રચાર કરવા સહિતના રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

અનંતનાગ જિલ્લાના બે સરકારી અધ્યાપક રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સંલિપ્ત હતા જ્યારે પોલીસમાં કાર્યરત જે બે કોન્સ્ટેબલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે તે લોકો આતંકીઓના મદદગાર હતા અને તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ તેમની સાથે શેર કરતા હતા.

Scroll to Top