યૂટ્યુબ પર વિડીયો મૂકી મુખ્યમંત્રી છબી બગાડનારા યુવક પર થઈ કાર્યવાહી

આજે અનેક યુવાનો સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા તો બદઇરાદે કોઈની છબી ખરડાય તેમાટેના પ્રયાસોના ભાગરૂપે વીડિયોમાં એડિટિંગ કરી તેને વાયરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને અફવા ફેલાવનાર કે ગેરમાર્ગે દોરનારા વ્યક્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.

બાબરામાં રહેતા નવરોજ તેજાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી બગાડવાનો ઇરાદા પૂર્વકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને આવું કૃત્ય કરવા બદલ સાયબર ક્રાઈમે કાર્યવાહી કરી છે. ઘટનાની વિગતવાર માહિતી મુજબ બાબરામાં રહેતો નવરોજ તેજાણી પોતાના નામથી જ યૂટ્યુબ ચેનલ ચલાવે છે. તેણે થોડા સમય પહેલા પોતાની યૂ-ટ્યુબ ચેનલ MR.NAVROJ TEJANI માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકો માંની બતાવવા, હાસ્યાસ્પદ વ્યક્તિ તરીકે લોકોમાંતેઓની છબી પ્રગટ થાય અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવાના ઈરાદે પોતાની ચેનલમાં વીડિયો અપલોડ કરીને પ્રસારિત કર્યો હતો.

મુખ્યમંત્રીની છબી ખરડાય તેમાટે ઇરાદાપૂર્વકથી વીડિયો એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં મૂક્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. બાબરા પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરનારા લોકોએ ચેતી જવું જોઇએ.

Scroll to Top