12મી જુલાઇનાં રોજ 144મી રથયાત્રા કોરોના ગાઇડલાઇન્સ સાથે યોજાવવાની છે. જેને જે લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા 120 ખલાસીઓ અને મંદિરના 19 સંતોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. તમામ લોકોનાં કોરોના ટેસ્ટનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
અષાઢી બીજે 60 જે ખલાસી ભાઇઓ સવારે જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાયજી મંદિર સુધી રથોનેલઇ જશે જ્યારે બીજા 60 ખલાસી ભાઇઓ સરસપુરથી રથ નિજ મંદિર પરત લાવશે.
રાજ્ય સરકારે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી દીધી છે પરંતુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તેમાટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.કોરોનાની ગાઈડલાઈન્સ તથા કર્ફ્યૂ વચ્ચે આ વર્ષે શહેરમાં રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રામાં સામેલ થનારા 120 ખલાસીઓના જગન્નાથ મંદિર પરિસરમાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સાથે જ સમગ્ર મંદિર પરિસરમાં ફોગિંગની કામગીરી કરવામાંઆવી હતી. સામાન્ય સંજોગોમાં રથયાત્રામાં ભગવાનની નગરચર્યાને સવારે 7ર થી રાત્રે 8 એમ 12 કલાકથી વધુનો સમય થતો હોય છે.પરંતુ આ વખતેસા વચેતી પૂર્વક રથયાત્રા યોજવામાં આવશે. ભક્તોએ પણ ઘરેથી રે જ ટીવીમાં ભગવાનના દર્શન કરવા અપીલ કરાઇ છે.