સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે કે, જેમાં એક મરઘી એક ગલુડીયા પર તૂટી પડી અને તે બૂમો પાડતું-પાડતું ત્યાંથી નિકળી ગયું. આ ઘટના ત્યારે થઈ કે જ્યારે આ ગલુડીયું મરઘીના એક ઈંડાને ખાવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.
View this post on Instagram
હકીકતમાં આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક ગલુડીયું મરઘીના ઈંડાને ખાવા લાગે છે અને ત્યાં જ મરઘી ત્યાં પહોંચી જાય છે.
આ ઘટના જોતા જ મરઘીને ગુસ્સો આવ્યો અને તે ગલુડીયા પર વરસી જ પડી. તે તેને ચાંચ મારવા લાગી. શ્વાનનું બચ્ચુ પણ જોર જોરથી બૂમો પાડવા લાગ્યું અને ત્યાંથી ભાગવા લાગ્યું. આ જ દરમીયાન મરઘી સાથે નાના-નાના બચ્ચા પણ હોય છે.
મરઘીના નાના બાળકો પણ ગભરાઈને આમ-તેમ ભાગવા લાગે છે. જો કે, વિડીયોમાં એ નથી દેખાઈ રહ્યું કે, મરઘીનું ઈંડું પહેલાથી જ ફૂટેલું હતું કે ગલુડીયાએ ફોડી નાંખ્યું.