ગર્લફ્રેન્ડે ઓનલાઈન ઓર્ડર કર્યા “બે લાફા”! બોયફ્રેન્ડને મળી ડિલેવરીઃ જૂઓ આ ફની વિડીયો…

ડિજિટલ વર્લ્ડમાં અત્યારે બધુ જ એક જ ક્લિક પર હાજર હોય છે. વર્ષ 2020 માં કોરોનાના કારણે લોકો મોટી ઘણા અંશે ઓનલાઈન સર્વિસીઝ પર નિર્ભર થઈ ગયા છે. એવું માની લો કો આપ ઘરે બેઠા બધું જ ઓર્ડર કરી શકો છો. સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર એક જોરદાર ફની વિડીયો વાયરલ થયો છે. આમાં એક ડિલેવરી બોય એક વ્યક્તિને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે.

https://twitter.com/rupin1992/status/1414081915074666498?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1414081915074666498%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Foff-beat%2Ffunny-video-of-online-slap-delivery-boy-by-ex-girlfriend-weird-video%2F939852

અત્યારસુધી લોકો કરીયાણું, કપડા, શૂઝ, વગેરે ઓનલાઈન ઓર્ડર કરતા હતા. ઘરમાં કોઈ પ્રસંગ હોય તો લોકો ઈવેન્ટ કંપની વાળા સાથે વાત કરીને પોતાની પસંદગી અનુસાર ઘરનું પણ ડેકોરેશન કરાવતા હતા. પરંતુ એક છોકરીએ તો હદ જ કરી નાંખી. તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ માટે 2 શાનદાર થપ્પડ ઓર્ડર કરી.

એક ડિલેવરી બોય શખ્સ પાસે પહોંચીને તેના બંન્ને ગાલ પર થપ્પડ મારી દે છે. પેલો વ્યક્તિ ડિલેવરી બોયની આ હરકત સમજી શકતો નથી. ત્યાં જ ડિલેવરી બોય તેને જણાવે છે કે તેની એક્સ ગર્લફ્રેન્ડે તેના માટે બે થપ્પડ ઓર્ડર કરી હતી અને પછી તે બીલ પર સાઈન પણ કરાવડાવે છે. જતા-જતા તે શખ્સને કહેતો ગયો કે તારી ગર્લફ્રેન્ડ તો તને માર ખવડાવવા માંગતી હતી પણ તેનું બજેટ ઓછું હતું.

Scroll to Top