ઉત્તર પ્રદેશના લખનઉંના કાકોરીમાંથી અટકાયતમાં લેવામાં આવેલા બે અલકાયદાના આતંકી લખનઉં સહિત રાજ્યમાં કેટલાક જિલ્લામાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. શંકાસ્પદોએ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યુ હતું. યુપી એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા બે શંકાસ્પદો પાસેથી પ્રેશર કુકર બોમ્બ પણ મળ્યો છે જે ઘણો હેવી વિસ્ફોટક છે અને લાઇવ બોમ્બ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
યુપી એટીએસના આઇજી જીકે ગોસ્વામીએ જણાવ્યુ કે યુપી અને લખનઉંમાં તબક્કાવાર બ્લાસ્ટનું પ્લાનિંગ હતું. લાઇવ બોમ્બ પણ જપ્ત થયો છે. શંકાસ્પદ આતંકીઓની કાશ્મીર સાથે લિંક છે. આ સ્લીપર સેલ હતા અને હવે એક્ટિવ થઇને કામ કરી રહ્યા હતા. આજ અથવા કાલે લખનઉં અને યુપીમાં બ્લાસ્ટ કરવાના હતા. તેમની પાસેથી ઘણા વિસ્ફોટક જપ્ત થયા છે. આ લોકો મોટા ષડયંત્રને અંજામ આપવા માંગતા હતા. કેટલાક દિવસથી પ્લાનિંગ ચાલી રહી હતી.
પકડાયેલો શંકાસ્પદનું નામ શાહિદ છે, તે મલિહાબાદનો છે. જે મકાન પર રેડ પડી છે તે શાહિદનું જ છે. અહી તે પરિવાર સાથે રહેતો હતો અને મોટર ગેરેજમાં કામ કરે છે. આ શંકાસ્પદનું કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યુ છે જેની તપાસ ચાલી રહી છે. યુપી એટીએસ અનુસાર નેટવર્કમાં ઘણા લોકો જોડાયેલા છે.
શાહિદ, રિયાજ અને સિરાજના ઘરે યુપી એટીએસે રેડ કરી હતી. પાડોશી આલમ અનુસાર 12 વર્ષથી તેમનો પરિવાર અહી રહેતો હતો. રિયાજ અને સિરાજ સરકારી નોકરીમાંથી રિટાયર થયા છે અને શાહિદ ગેરેજ ચલાવે છે. 9 વર્ષ પહેલા શાહિદ નોકરી માટે દુબઇ પણ ગયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે ધરપકડ પહેલા આ આતંકીઓએ કઇક સળગાવ્યુ હતું. એટીએસ સાથે જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ સંપર્કમાં છે.