દેવભૂમી દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદઃ ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દ્વારકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

દ્વારકાના કલ્યાણપુર સતત ત્રણ કલાકથી વધારે સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ અનરાધાર વરસાદને કારણે ચેકડેમ છલકાયા હતા. બીજી બાજુ દ્વારકામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ મળ્યું હતું. અને 40 મિનિટ સુધી વીજળીના કડાકાં ભડાકાં સાંભળીને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

જ્યારે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ગાજવીજ સાથે દ્વારાકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓખા બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 45થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

દ્વારકામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નગરપાલિકાની બિલ્ડિંગની પાસે જ પાણી ભરાયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને નીંચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

Scroll to Top