લગ્નના સમયે સામાન્ય રીતે આપે દુલ્હનને વિદાય સમયે રોતા જોઈ હશે પરંતુ એક દુલ્હો એકદમ ઠાઠમાં સ્ટેજ પર બેઠો હતો. દુલ્હાના ઘરના લોકો દુલ્હનને પોતાના ઘરે લેવા જાય છે અને પછી વિદાય થઈ જાય છે. પરંતુ શું આપે ક્યારેય એવું જોયું છે કે, દુલ્હન સ્ટેજ પર આવે ત્યારે દુલ્હો ઈમોશનલ થઈને રોવા લાગે. આવો જ કંઈક નજારો એક વિડીયોમાં જોવા મળ્યો.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, જેવી જ દુલ્હન સ્ટેજ પર આવવા માટે તૈયાર થાય છે કે દુલ્હો એકદમ પ્રેમભરી નજરોથી જોવા લાગે છે. આ દરમિયાન તે ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે. આટલું જ નહી પરંતુ દુલ્હો દુલ્હનને જોઈને સ્ટેજ પર જ જોર-જોરથી રડવા લાગે છે. ત્યારબાદ લોકો ખૂબ ઈમોશનલ થઈ જાય છે.
દુલ્હાને રોતો જોઈને દુલ્હન ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે અને સ્ટેજ પર આવતા તે પોતાના પતિને ગળે લગાવી લે છે. બાદમાં દુલ્હાની આંખોમાંથી આંસુ લૂછે છે. આ દરમિયાન સામે ઉભેલા લોકો આ જોઈને ભાવુક થઈ જાય છે. આ વિડીયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.